આંખડી મારી પ્રભુ હરખાય છે
જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨ વાર) આંખડી મારી પ્રભુ…
પગ અધીરા દોડતા દેરાસરે, (૨ વાર)
દ્વારે પહોચું ત્યાં અજંપો જાય છે
તમારા મુખના દર્શન થાય છે (૨ વાર) આંખડી પ્રભુ… (૨ વાર)
દેવનું વિમાન જાણે ઉતર્યું, (૨)
એવું મંદિર આપનું સોહાય છે
જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨
આંખડી મારી પ્રભુ… (૨ વાર)
ચાંદની જેવી પ્રતિમા આપની, (૨ વાર)
તેજ એનું ચોતરફ ફેલાય છે.
જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨ વાર)
આંખડી મારી પ્રભુ… (૨ વાર)
મુખડું જાણે પૂનમનો ચંદ્ર મા, (૨ વાર)
ચિત્તમાં ઠંડક અનેરી થાય છે.
જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨ વાર)
આંખડી મારી પ્રભુ… (૨ વાર)
બસ! તમારા રૂપને નીરખ્યા કરું, (૨ વાર)
લાગણી એવી હૃદયમાં થાય છે
જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨ વાર)
આંખડી મારી પ્રભુ… (૨ વાર)