Aav aav re mara manda mahe stavan gujarati lyrics

Aav aav re mara manda mahe stavan gujarati lyrics

આવ આવ રે માહરા મનડા માંહે, તું છે પ્યારો રે;

હરીહરાદિક દેવ અનેરા, તું છે ન્યારો રે.||૧||

 

અહો મહાવીર ગંભીર તું તો, નાથ માહરો રે;

હું નમું તુંને ગમે મુને, સાથ તાહરો રે.||૨||

 

ગ્રહી સાંઈ રે મીઠડા હાથ માહરા, વૈરી વારો રે;

દ્યો દ્યો દર્શનદેવ મુને, દ્યો ને લારો રે.||૩||

 

તું વિના ત્રિલોકમેં કેહનો, નથી સહારો રે;

સંસાર પારાવારનો સ્વામી, આપને આરો રે.||૪||

 

“ઉદયરત્ન’ પ્રભુ જગમેં જોતા, તું છે સાચો તારો રે;

તાર તાર રે મુને તાર તું, સંસાર અસારો રે.||૫||

Related Articles