અભિનંદન જિન દરિસણ તરસીએ, દરિસણ દુર્લભ દેવ;
મત મત ભેદે રે જો જઈ પૂછીયે, સહુ થાપે અહમેવ.||૧||
સામાન્યે કરી દરિસણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ;
મદ મેં ઘેર્યો રે અંધો કિમ કરે, રવિ શશિ રુપ વિલેખ.||૨||
હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ;
આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિખવાદ.||૩||
ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ;
ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગું કોઈ ન સાથ.||૪||
દરિસણ રટતો જો ફિરું, તો રણ રોઝ જેહને;
પિપાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષપાન.||૫||