Abhinandan Jin darishan tarasiye stavan Gujarati lyrics

Abhinandan Jin darishan tarasiye stavan Gujarati lyrics

અભિનંદન જિન દરિસણ તરસીએ, દરિસણ દુર્લભ દેવ;

મત મત ભેદે રે જો જઈ પૂછીયે, સહુ થાપે અહમેવ.

સામાન્યે કરી દરિસણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ;

મદ મેં ઘેર્યો રે અંધો કિમ કરે, રવિ શશિ રુપ વિલેખ.

હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ;

આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિખવાદ.

ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ;

ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગું કોઈ ન સાથ.

દરિસણ રટતો જો ફિરું, તો રણ રોઝ જેહને

પિપાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષપાન

તરસ ન આવે હો મરણ જીવન તણો, સીઝે જો દરિસણ કાજ;

દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી, ‘આનંદઘન’ મહારાજ.

Related Articles

× CLICK HERE TO REGISTER