Aha kevu bhagya jagyu stavan gujarati lyrics

Aha kevu bhagya jagyu stavan gujarati lyrics

અહા કેવું ભાગ્ય જાગ્યું! વીરના ચરણો મલ્યા!;

રોગ શોક દારિદ્રય સઘળાં, જેહથી દૂરે ટળ્યા.અહા૦ ।।૧।।

 

ફેરો ફર્યો છે દુર્ગતિનો, શુભ ગતિ તરફેણમાં;

અલ્પકાળે મોક્ષ પામી, વિચરશું આનંદમાં.અહા૦ ||૨||

 

કામધેનુ કામકુંભ,ચિંતામણિ સવિ તું મળ્યો;

આજ મારે આંગણે, શ્રી વીર કલ્પતરુ ફળ્યો. અહા૦ ||૩||

 

જેમના તપનો ન મહિમા, કરી શકે શક્રેશ ભી;

તેમને હું સ્તવું શું બાલક, શક્તિનો જ્યાં લેશ નહીં.||૪||

 

‘લબ્ધિ’ના ભંડાર વ્હાલા, વીર વીર જપતાં થયા;

ગૌતમશ્રી મોક્ષગામી,એ પ્રભુની ખરી દયા.||૫||

Related Articles