Aho shree sumti Jin stavan gujarati lyrics

Aho shree sumti Jin stavan gujarati lyrics

અહીં શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી,

સ્વગુણ પર્યાય પરિણામી રામી;

નિત્યતા એકતા અસ્તિતા ઈતર યુત,

ભોગ્ય ભોગી થકો પ્રભુ અકામી.||૧||

 

ઊપજે વ્યય લહે તહવિ તેહવો રહે,

ગુણ પ્રમુખ બહુલતા તહવિ પિંડી;

આત્મભાવે રહે અપરતા નવિ ગ્રહે,

લોક પ્રદેશ મિત પણ અખંડી.||૨||

 

કાર્ય કારણપણે પરિણમે તહવિ ધ્રુવ,

કાર્ય ભેદે કરે પણ અભેદી;

કર્તૃતા પરિણમે નવ્યતા નવિ રમે,

સકલવેત્તા થકો પણ અવેદી.||૩||

 

શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મતા,

સહજ નિજભાવ ભોગી અયોગી;

સ્વ પર ઉપયોગી તાદાત્મય સત્તારસી,

શક્તિ પ્રયુંજતો ન પ્રયોગી.||૪||

 

વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામિકી,

એટલે કોઈ પ્રભુતા ન પામે;

કરે જાણે રમે અનુભવે તે પ્રભુ,

તત્ત્વ સ્વામિત્વ શુચિ તત્ત્વ ધામે.||૫||

 

જીવ નવિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા,

પુગ્ગલાધાર નહિ તાસ રંગી;

પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા,

વસ્તુ ધર્મે કદા ન પરસંગી.||૬||

 

સંગ્રહે નહીં આપે નહીં પરભણી,

નવિ કરે આદરે ન પર રાખે;

શુદ્ધ સ્યાદ્વાદ નિજભાવ ભોગી જિકે,

તેહ પરભાવને કેમ ચાખે.||૭||

 

તાહરી ભાસ આશ્ચર્યથી,

ઉપજે રુચિ તેણે તત્વ ઇહે;

તત્ત્વરંગી દોષથી ઉભગ્યો,

દોષ ત્યાગે ઢલે તત્ત્વ લીહે.||૮||

 

શુદ્ધ માર્ગે વધ્યો સાધ્ય સાધન સધ્યો,

સ્વામી પ્રતિછંદ સત્તા આરાધે;

આત્મ નિષ્પત્તિ તિમ સાધના નવિ ટકે,

વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે.||૯||

 

માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા,

તેહનો હેતુ પ્રભુ તુંહિ સાચો;

“દેવચંદ્રે’ સ્તવ્યો મુનિગણે અનુભવ્યો,

તત્વ ભક્તે ભવિક સકળ રાચો

Related Articles