Ahi shree sumti Jin stavan gujarati lyrics

Ahi shree sumti Jin stavan gujarati lyrics

અહીં શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી,

સ્વગુણ પર્યાય પરિણામી રામી; નિત્યતા એકતા અસ્તિતા ઈતર યુત,

ભોગ્ય ભોગી થકો પ્રભુ અકામી. ઊપજે વ્યય લહે તહવિ તેહવો રહે,

ગુણ પ્રમુખ બહુલતા તહવિ પિંડી; આત્મભાવે રહે અપરતા નવિ ગ્રહે,

લોક પ્રદેશ મિત પણ અખંડી. કાર્ય કારણપણે પરિણમે તહવિ ધ્રુવ,

કાર્ય ભેદે કરે પણ અભેદી; કર્તૃતા પરિણમે નવ્યતા નવિ રમે,

સકલવેત્તા થકો પણ અવેદી.

શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મતા, સહજ નિજભાવ ભોગી અયોગી;

સ્વ પર ઉપયોગી તાદાત્મય સત્તારસી, શક્તિ પ્રયુંજતો ન પ્રયોગી.

વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામિકી, એટલે કોઈ પ્રભુતા ન પામે;

કરે જાણે રમે અનુભવે તે પ્રભુ, તત્ત્વ સ્વામિત્વ શુચિ તત્ત્વ ધામે.

જીવ નવિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નહિ તાસ રંગી;

પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુ ધર્મે કદા ન પરસંગી.

સંગ્રહે નહીં આપે નહીં પરભણી, નવિ કરે આદરે ન પર રાખે;

શુદ્ધ સ્યાદ્વાદ નિજભાવ ભોગી જિકે, તેહ પરભાવને કેમ ચાખે.

તાહરી ભાસ આશ્ચર્યથી, ઉપજે રુચિ તેણે તત્વ ઇહે;

તત્ત્વરંગી દોષથી ઉભગ્યો,દોષ ત્યાગે ઢલે તત્ત્વ લીહે.

શુદ્ધ માર્ગે વધ્યો સાધ્ય સાધન સધ્યો, સ્વામી પ્રતિછંદ સત્તા આરાધે;

આત્મ નિષ્પત્તિ તિમ સાધના નવિ ટકે, વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે.

માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તેહનો હેતુ પ્રભુ તુંહિ સાચો;

“દેવચંદ્રે’ સ્તવ્યો મુનિગણે અનુભવ્યો,

Related Articles

× CLICK HERE TO REGISTER