Aho aho pasji muj madiya stavan gujarati lyrics

Aho aho pasji muj madiya stavan gujarati lyrics

અહો! અહો! પાસજી! મુજ મળિયા રે,

મારા મનના મનોરથ ફળિયા…

તારી મૂિિત મોહનગારી રે, સહુ સંઘને લાગે છે પ્યારી રે;

તમને મોહી રહ્યાં સુર નર નારી.અહો૦।।૧।।

 

અલબેલી મૂરત પ્રભુ તારી રે, તારા મુખડા ઉપર જાઉં વારી રે;

નાગ-નાગણીની જોડ ઉગારી.||૨||

 

ધન્ય ધન્ય દેવાધિદેવા રે, સુરલોક કરે તારી સેવા રે;

અમને ને શિવપુર મેવા.||૩||

 

તમે શિવરમણીના રસિયા રે, જઈ મુક્તિપુરીમાં વિસયા રે;

મારા હૃદયકમલમાં વસિયા. અહો૦।।૪।|

 

જેકોઈ પાર્શ્વતણા ગુણ ગાશે રે, ભવોભવનાં પાતિક જાશે રે;

તેના સમકિત નિર્મલ થાશે. અહો૦ ।।૫।।

 

પ્રભુ ત્રેવીસમાં જિનરાયા રે, માતા વામાદેવીના જાયા રે;

અમને દરિશણ દ્યોને દયાલા. અહો૦||૬||

 

હ તો લળી લળી લાગું છું પાય રે, મારા ઉરમાં તે હરખ ન માય રે;

“માણેકવિજય’ ગુણ ગાય. અહો૦ ।।૭।।

Related Articles