અજબ બનીરે મેરે અજબ બની રે, પ્રભુ સાથે પ્રીતિ અજબ બની રે;
જર બનીરે મેરે જોર બની, પ્રભુ સાથે પ્રીતિ જોર બની. ॥੧॥
અજબ બની પ્રભુ સાથે પ્રીતિ, તો મુજ દુર્ગતિની શી ભીતિ;
પ્રભુની મોટી રીતિ, પામી પૂરણ રીતિ પ્રતીતિ..॥२॥
જે દુનિયામેં દુર્લભ નેહ, તે મેં પામી પ્રભુની ભેટ;
આળસુને ઘેર આવી ગંગ, પામ્યો પંથી સખર તુરંગ.||૩||
તિરસે પાયો માનસ નીર, વાદ કરતાં વાધી ભીર;
ચિત્ત ચોર્યો સાજનનો સંગ, અણચિંત્યે મિલ્યો ચડતે રંગ.||૪||
જિમ જિમ નિરખું પ્રભુ મુખ નૂર, તિમ તિમ પાઉં આનંદપૂર;
સુણતાં જનમુખ પ્રભુની વાત, હરખે માહરી સાતે ધાત. ॥५॥