અજિત પ્રીતડી, મુજ ન ગમે હો બીજાનો સંગ કે;
માલતી ફુલે મોહિયો, કિમ બેસે હો બાવળ તરુ ભૂંગ કે.||૧||
ગંગા જલમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાલ કે;
સરોવર જલધર જલ વિના,
નવિ ચાહે હો જગ ચાતક બાલ કે.||૨||
૧૨ ।। કોકિલ કલ કુજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે;
ઓછાં તરુવર નવિ ગમે, ગિરુઆશું હો હોયે ગુણનો પ્યાર કે. ।।૩।।
કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ઘરે ચંદશું પ્રીત કે;
ગૌરી ગિરીશ ગિરિધર વિના,
નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે.||૪||