Ajit jinesar stavan gujarati lyrics

Ajit jinesar stavan gujarati lyrics

અજિત જિણેસર! ચરણની સેવા, હેવાયે હું હળિયો;

કદીએ અણચાખ્યો પણ અનુભવ, રસનો ટાણો મળિયો;

પ્રભુજી! મહેર કરીને આજ,  કાજ હમારા સારો.||૧||

મુકાવ્યો પણ હું નવિ મુકું, ચુકું નવિ એ ટાણો;

ભક્તિ ભાવ ઊઠ્યો જે અંતરમાં, તે કિમ રહે શરમાણો.||૨||

 

લોચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળું સુપ્રસન્ન;

યોગ મુદ્રાનો લટકો ચટકો, અતિશય તો અતિ ધન્ન.||૩||

 

પિંડ પદસ્થ રુપસ્થે લીનો, ચરણકમળ તુજ ગ્રહિયાં

 ભ્રમર પરે રસસ્વાદ ચખાવો, વિરસો કાં કરે મહિયાં.||૪||

 

બાલ્યકાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગ્યો;

યૌવનકાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ માંગ્યો.||૫||

 

તું અનુભવ રસદેવા સમરથ, હું પણ અર્થી તેહનો;

ચિત્ત વિત્તને પાત્ર સંબંધે, અજર રહ્યો હવે કેહનો.||૬||

 

પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો;

“માનવિજય” વાચક ઈમ જંપે, હુઓ મુજ મન કામ્યો.||૭||

Related Articles