Ajit jineshwar stavan gujarati lyrics

Ajit jineshwar stavan gujarati lyrics

અજિત જિણેસર! ચરણની સેવા,

હેવાયે હું હળિયો; કદીએ અણચાખ્યો પણ અનુભવ,

રસનો ટાણો મળિયો; પ્રભુજી! મહેર કરીને આજ,

કાજ હમારા સારો. મુકાવ્યો પણ હું નવિ મુકું, ચુકું નવિ એ ટાણો;

ભક્તિ ભાવ ઊઠ્યો જે અંતરમાં, તે કિમ રહે શરમાણો.

લોચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળું સુપ્રસન્ન;

યોગ મુદ્રાનો લટકો ચટકો, અતિશય તો અતિ ધન્ન.

પિંડ પદસ્થ રુપસ્થે લીનો, ચરણકમળ તુજ ગ્રહિયાં

 ભ્રમર પરે રસસ્વાદ ચખાવો, વિરસો કાં કરે મહિયાં.

બાલ્યકાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગ્યો;

યૌવનકાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ માંગ્યો.

તું અનુભવ રસદેવા સમરથ, હું પણ અર્થી તેહનો;

ચિત્ત વિત્તને પાત્ર સંબંધે, અજર રહ્યો હવે કેહનો.

પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો;

“માનવિજય” વાચક ઈમ જંપે, હુઓ મુજ મન કામ્યો.

Related Articles

× CLICK HERE TO REGISTER