અજિત જિનેશ્વર સાંભળો રે, એક સેવકની અરદાસ,
ભવભયથી હું ઉભગ્યો રે, કર નિજ ચરણનો દાસ;
ભવિયાં ભાવે ભજો જિનચંદ, સેવે ચોસઠ ઇંદ.||૧||
મુજ સરીખા તુજને ઘણા રે, માહરે તો તું એક;
કદીએ ન છોડું તુજ છેડલો રે, એ મુજ મોટી ટેક.||૨||
નિર્ગુણી જાણી ઉવેખશો રે, આદિ ગુણી કોણ હોય;
ગુણીજનને જો તારશો તો, અધિકતા કિહાં તુજ જોય.||૩||
ભવભય ભંજની તાહરી રે, મૂર્તિ શોભે મહારાય;
જે તુજ ધ્યાને સદા રમે, ધ્યેયપણું તસ થાય.||૪||