Ajit jineshwar sambhado re stavan gujarati lyrics

Ajit jineshwar sambhado re stavan gujarati lyrics

અજિત જિનેશ્વર સાંભળો રે, એક સેવકની અરદાસ,

ભવભયથી હું ઉભગ્યો રે, કર નિજ ચરણનો દાસ;

ભવિયાં ભાવે ભજો જિનચંદ, સેવે ચોસઠ ઇંદ.

મુજ સરીખા તુજને ઘણા રે, માહરે તો તું એક;

કદીએ ન છોડું તુજ છેડલો રે, એ મુજ મોટી ટેક.

નિર્ગુણી જાણી ઉવેખશો રે, આદિ ગુણી કોણ હોય;

ગુણીજનને જો તારશો તો, અધિકતા કિહાં તુજ જોય.

ભવભય ભંજની તાહરી રે, મૂર્તિ શોભે મહારાય;

જે તુજ ધ્યાને સદા રમે, ધ્યેયપણું તસ થાય.

મન મંદિરિયે પધારિયે રે, કૃપા કરી જિનરાય;

“કમલવિજય’ પદ સેવતાં રે, મોહનના વાંછિત થાય.

Related Articles

× CLICK HERE TO REGISTER