અખિયાં હરખણ લાગી, હમારી અખિયાં હરખણ લાગી…
દરિશણ દેખત પાર્શ્વ જિણંદ કો, ભાગ્ય દશા અબ જાગી. ॥१॥
અકલ અરુપી ઔર અવિનાશી,
જગમેં તું હી નિરાગી. ॥२॥
સૂરત સુંદર અચરિજ એહી,
જગ જનને કરે રાગી. ॥3॥
શરણાગત પ્રભુ! તુજ પદ પંકજ,
સેવના મુજ મતિ જાગી. ॥४॥
લીલા લહેરે દે નિજ પદવી,
તુમ સમ કો નહીં ત્યાગી. ॥५॥
વામાનંદન ચંદનની પરે,
શીતલ તું હી સૌભાગી. ॥६॥