Ami bhareli gujarati lyrics

Ami bhareli gujarati lyrics

અમી ભરેલી નજરું રાખો, મહાવીર ભગવાન રે…

દર્શન આપો દુઃખડાં કાપો, મહાવીર શ્રી ભગવાન રે…

ચરણ કમળ માં શીશ નમાવું વંદન કરું મહાવીર

રે દયા કરીને ભક્તિ દેજો, મહાવીર શ્રી ભગવાન રે…

હું દુઃખિયારો તારે દ્વારે, આવી ઊભો મહાવીર રે

આશિષ દેજો ઉરમાં લેજો, મહાવીર શ્રી ભગવાન રે…

તારા ભરોસે જીવન નૈયા, હાંકી રહ્યો મહાવીર રે બની

સુકાની પાર ઉતારો, મહાવીર શ્રી ભગવાન રે…

ભક્તો તમારા કરે વિનંતી, સાંભળજો મહાવીર રે

મુજ આંગણ માં વાસ તમારો, મહાવીર શ્રી ભગવાન રે…

Related Articles