અનંત જિનરાજના ચરણની સેવના,
પાવના ભાવના ચિત્ત સુહાવે;
જુગતિ શ્યું જગત મેં જતનથી જોવતાં,
અવર ઉપમા ન કહો કુણ આવે.||૧||
. સંત નવિ અંત તુજ ગુણ તણો કો લહે,
નહિ વહે એહવો ગર્વ કોઈ;
સકલરુપે કરી વચનગોચર થકી,
યદ્યપિ મોહનો અંત હોઈ.||૨||
વસ્તુ ઉપમાન સવિ રુપથી ભાખીયે,
તું અરુપી કહો કિમ મવીજે;
ધ્યાન સાપેક્ષ આલંબને ધ્યાઈએ,
તું નિરાલંબ નિરપેક્ષ કહીજે.||૩||
વિધિતણી સેવના અવિધિ અણસેવના,
એહ તુજ આણ નિર્ધાર લહીયે;
જે નિરાશંસ આશંસ સમમિચ્છિએ,
મોક્ષ સંસારનો હેતુ કહીએ.||૪||