Anant jinrajna charnani seva stavan gujarati lyrics

Anant jinrajna charnani seva stavan gujarati lyrics

અનંત જિનરાજના ચરણની સેવના, પાવના ભાવના ચિત્ત સુહાવે;

જુગતિ શ્યું જગત મેં જતનથી જોવતાં, અવર ઉપમા ન કહો કુણ આવે

. સંત નવિ અંત તુજ ગુણ તણો કો લહે, નહિ વહે એહવો ગર્વ કોઈ;

સકલરુપે કરી વચનગોચર થકી, યદ્યપિ મોહનો અંત હોઈ.

વસ્તુ ઉપમાન સવિ રુપથી ભાખીયે, તું અરુપી કહો કિમ મવીજે;

ધ્યાન સાપેક્ષ આલંબને ધ્યાઈએ, તું નિરાલંબ નિરપેક્ષ કહીજે.

વિધિતણી સેવના અવિધિ અણસેવના, એહ તુજ આણ નિર્ધાર લહીયે;

જે નિરાશંસ આશંસ સમમિચ્છિએ, મોક્ષ સંસારનો હેતુ કહીએ.

સિંહસેનાંગ જો શ્યેન લંછન ધરો, માત સુયશાતણો તું મલ્હારો;

‘જ્ઞાનવિમલાદિ’ ગુણ ઉદય અવિચલપણે, તો હવે જો દિલે દાસ ધારો.

Related Articles

× CLICK HERE TO REGISTER