Antar viraj arihant stavan gujarati lyrics

Antar viraj arihant stavan gujarati lyrics

અનંતવિરજ અરિહંત! સુણો મુજ વિનતિ,

અવસર પામી આજ કહું જે દિલ છતી;

આતમસત્તા હારી સંસારે હું ભમ્યો,

મિથ્યા અવિરતિ રંગ કષાયે બહુ દમ્યો.||1||

 

ક્રોધ દાવાનલ દગ્ધ માનવિષધર ડસ્યો,

માયાજાલે બદ્ધ લોભ અજગર ગ્રસ્યો;

મન વચન કાયાના યોગ ચપળ થયા પરવશા,

પુદ્રલ પરિચય પાપતણી અહિનશિ દશા.||2||

 

કામરાગે અણનાથ્યા સાંઢ પરે ધસ્યો,

સ્નેહરાગની રાચે ભવપિંજર વસ્યો;

દૃષ્ટિરાગ રુચિ કાચપાચ સમકિત ગણું,

આગમ રીતે નાથ! ન નિરખું નિજપણું. ||3||

 

ધર્મ દેખાડું માંડ, ભાંડ પરે અતિ લવું,

અચરે અચરે રામ’ શુક પરે જપું;

કપટપટું નટુવા પરે મુનિમુદ્રા ધરું,

પંચવિષય સુખપોષ સદોષવૃત્તિ ભરું.||૪||

 

એક દિનમાં નવ વાર કરેમિ ભંતે” કરું,

ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ ક્ષણ એક ન વિસરું;

મા-સાહસ ખગ રીતિ નીતિ ઘણી કહું,

ઉત્તમ કુલવટ વાટ ન તે પણ નિરવહું.||૫||

દીનદયાળ! કૃપાળ! પ્રભુ! મહારાજ! છો,

જાણ આગળ શું કહેવું? ગરીબનિવાજ છો;

ધાતકી ખંડ નલિની વિજયાવતી,

નયરી અયોધ્યા નાયક, લાયક યતિપતિ.||૬||

 

મેઘમહીપ મંગલાવતી સુત વિજયાવતી,

આ નંદન ગજલંછન જગ જન તારતિ;

“ક્ષમાવિજય’ જિનરાજ! અપાય નિવારજો,

વિહરમાન ભગવાન! સુનજરે તારજો.||૭||

 

Related Articles