Antarjami sun alvesar stavan gujarati lyrics

Antarjami sun alvesar stavan gujarati lyrics

અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો રે,

સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો;

સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો,

આપો આપોને મહારાજ,

અમને મોક્ષ સુખ આપો સહુકોનાં મનવાંછિત પૂરો,

ચિંતા સહુની ચૂરો રે; એહવું બિરુદ છે રાજ તુમારું,

કેમ રાખો છો દૂરે. સેવકને વલવલતો દેખી,

મનમાં મહેર ન ધરશો રે; કરુણાસાગર કેમ કહેવાશો,

જો ઉપકાર ન કરશો. લટપટનું હવે કામ નહીં છે,

પ્રત્યક્ષ દરિસણ દીજે રે; ધુમાડે નહીં સાહિબ,

પેટ પડ્યાં પતીજે. શ્રી શંખેશ્વર મંડન સાહિબ,

વિનતડી અવધારો રે; કહે ‘જિનહર્ષ’ મયા કરી મુજને,

ભવસાગરથી તારો.

Related Articles

× CLICK HERE TO REGISTER