અંતરની અયોધ્યાનો રામ છે,
મનની મથુરાનો શ્યામ છે દાદા આદેશ્વર નો દરબાર છે,
શત્રુંજયનો શણગાર છે… (૧)
મારા જીવનની તું તો આંખ છે,
તારા વિના જીવન રાખ છે આદેશ્વર નો દરબાર છે,
શત્રુંજયનો શણગાર છે… (૨)
મૂર્તિ તારી અલબેલી છે.
જીવનનો તું તો બેલી છે દાદા આદેશ્વર નો દરબાર છે,
શત્રુંજયનો શણગાર છે… (3)
આંખો તારી કામણગારી છે,
તારા પર દુનિયા વારી છે દાદા નો દરબાર છે,
શત્રુંજયનો શણગાર છે… (૪)
કરુણા તારા હૈયે અપાર છે,
તુજથી બેડો પાર છે દાદા આદેશ્રર નો દરબાર છે.
શત્રુંજયનો શણગાર છે… (૪)