અરજ સુણો હો નેમ નગીના, રાજુલના ભરથાર;
ભજ લો ભજ લો હો જગના પ્રાણી, ભજો સદા કિરતાર.||૧||
જાન લઈને આવ્યા ત્યારે, હર્ષ તણો નહિ પાર;
પશુ તણો પોકાર સુણીને, પાછા વળ્યા તત્કાલ. ॥૨॥
રાજલ ગોખે રાહ નિરખતી, રડતી આંસુ ધાર;
પિયુજી મારા કેમ રિસાયા, મુજ હૈયાના હાર.||૩||
નેમ બન્યા તીર્થંકર સ્વામી, બાવીસમા જિનરાજ;
માયા છોડી મનડું સાધ્યું, નમો નમો શિરતાજ.||૪||
નેમિ નિરંજન નાથ હમારા, અમ નયનોના તારા;
બાળક તુમ ભક્તિને માટે, રડતો આંસુ ધારા. ॥५॥