અરિહંતના ધ્યાને અરિહંત બની જશો (૨ વાર),
જિનની ભક્તિ કરતાં કરતાં જિન બની જશો,
જિનની ભક્તિ કરતાં કરતાં જિન બની જશો
વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો (૨ વાર),
જિનની વાણી સુણતાં સાચા જૈન બની જશો,
જિનની વાણી સુણતાં સાચા જૈન બની જશો
આ સંસારે ભમતાં ભમતાં ચાહે પ્રાણી સુખને,
સુખની પાછળ દોટ મૂકે પણ પામે ભારે દુ:ખન,
પ્રભુનાં ચરણે રહેતોં રહેતાં સુખી બની જશો,
ठिननी लड्ति…
સ્વારથની આ દુનિયા કેવી સુખમાં ભાગ પડાવે,
કોઈક દુઃખમાં દૂર થાયે તો કોઈક વધુ રિબાવે
પ્રભુના પંથે વહેતાં વહેતાં સંત બની જશો,
જિનની વાણી…
પરમકૃપાળુ તુજને પામી બીજે શાને જાવું,
ભ્રમર બની ઈયળની પેરે એક જ તુજને ધ્યાવું,
વીર પ્રભુને ગાતાં ગાતાં મહાન બની જશો, ठिननी लङित…