Astha bhavantar vahalo re stavan gujarati lyrics

Astha bhavantar vahalo re stavan gujarati lyrics

 અષ્ટ ભવાંતર વાલહો રે…

મુગતિ નારીશું આપણે રે, સગપણ કોઈ ન કામ.

ઘર આવો હો વાલમ ઘર આવો, મારી આશાના વિસરામ;

રથ ફેરો હો સાજન રથ ફેરો, સાજન માહરા મનોરથ સાથ.

નારી પખે શો નેહલો રે, સાચ કહે જગનાથ;

ઈશ્વર અરધાંગે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ.

પશુજનની કરુણા કરી રે, આણી હૃદય મોઝાર

 માણસની કરુણા નહિ રે, એ કુણ ઘર આચાર.

પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ધરીયો યોગ ધતૂર;

ચતુરાઇરો કુણ કહે રે, ગુરુ મિલિઓ જગશૂર

 માહરું તો એમાં કશું નહિ રે, આપ વિચારો રાજ;

બેસતાં રે, કીસકી વધસે લાજ. પ્રેમ કરે જગ જન સહુ રે,

નિરવાહે તે ઓર; પ્રીત કરીને છાંડી દેરે, તેહ શું ચાલે ન જોર.

જે મનમાં એહવું હતું રે, નિસપતિ કરત ન જાણ;

નિસપતિ કરીને છાંડતા રે, માણસ હુવે નુકસાન.

દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત પોષ;

સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ.

સખી કહે એ ‘શામળો’ રે, હું કહું લક્ષણ શ્વેત;

ઈણી લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત.

રાગીશું રાગ સહુ કરે, વૈરાગીથી શો રાગ;

॥८॥

રાગ વિના કિમ દાખવો રે, મુગતિ સુંદરી માગ.

॥१०॥

એક ગુહ્ય ઘટતું નહિ રે, સઘલોય જાણે લોગ;

અનેકાંતિક ભોગવોરે, બ્રહ્મચારી ગત શોગ.

જિણ જોણે તુજને જોઉં રે, તિણ જોણે જુવો રાજ;

એક વાર મુજને જુવો રે, તો સીઝે મુજ કાજ.

॥११॥

મોહ દશા ધરી ભાવતાં રે, ચિત લહે તત્ત્વ વિચાર;

॥१२॥

વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર.

॥१३॥

સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ;

આશય સાથે ચાલીયેરે, એહ જ રુડું કામ.

॥१४॥

ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમનાથ ભરથાર;

ધારણ પોષણ તારણો રે, નવસર મુગતાહાર.

કારણરુપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ;

॥१५॥

કપા કરી પ્રભુ દીજીયે રે, ‘આનંદઘન’ પદ રાજ

॥१६॥

Related Articles

× CLICK HERE TO REGISTER