બાળપણે આપણ સસનેહી, રમતા નવ નવ વેષે;
આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે,
હો પ્રભુજી! ઓલંભડે મત ખીજો, તુમે કાંઈ કરીને રીઝો.||૧||
જો તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તો તુમને કેઈ ધ્યાવે;
પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુગતિ જાવે.||૨|
સિદ્ધ નિવાસ લહે ભવસિદ્ધિ, તેહમાં શો પા’ડ તુમારો;
તો ઉપગાર તુમારો વહિયે, અભવ્યસિદ્ધને તારો.||૩||
નાણ રયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી;
તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે શાબાશી.||૪||
અક્ષયપદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાય;
શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતા શું જાય?||૫||
સેવા ગુણ રંજ્યો ભવિજનને, જો તુમે કરો વડભાગી;
તો તુમે સ્વામી કિમ કહાવો, નિર્મમ ને નિરાગી.||૬||