Badpade aapn stavan gujarati lyrics

Badpade aapn stavan gujarati lyrics

બાળપણે આપણ સસનેહી, રમતા નવ નવ વેષે;

આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે,

હો પ્રભુજી! ઓલંભડે મત ખીજો, તુમે કાંઈ કરીને રીઝો.

જો તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તો તુમને કેઈ ધ્યાવે;

પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુગતિ જાવે.

સિદ્ધ નિવાસ લહે ભવસિદ્ધિ, તેહમાં શો પા’ડ તુમારો;

તો ઉપગાર તુમારો વહિયે, અભવ્યસિદ્ધને તારો.

નાણ રયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી;

તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે શાબાશી.

અક્ષયપદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાય;

શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતા શું જાય?

સેવા ગુણ રંજ્યો ભવિજનને, જો તુમે કરો વડભાગી;

તો તુમે સ્વામી કિમ કહાવો, નિર્મમ ને નિરાગી.

નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગ હિતકારી;

રુપવિબુધનો “મોહન” પભણે, વૃષભ લંછન બલિહારી.

॥७॥

Related Articles

× CLICK HERE TO REGISTER