બાલુડો નિઃસ્નેહી થઈ ગયો રે, છોડ્યું વિનીતાનું રાજ (૨),
સંયમ રમણી આરાધવા, લેવા મુક્તિનું રાજ (૨);
મેરે દિલ વસી ગયો વાલમો, મેરે મન વસી ગયો વાલમો..॥੧॥
માતાને મેલ્યા એકલા રે, જાયે દિન નવિ રાત (ર);
રત્ન સિંહાસન બેસવા, ચાલે અડવાણે પાય (૨).||૨||
વ્હાલાનું નામ નવિ વીસરે રે, ઝરે આંસુડાની ધાર (૨);
આંખલડી છાયા વળી, ગયા વર્ષ હજાર (૨).||૩||
કેવલ રત્ન કરી રે, પૂરી માતાની આશ (૨);
સમોવસરણ લીલા જોઈને, સાધ્યા આતમ કાજ (૨). ॥४॥