ભવિયણ વંદો ભાવશું રે, સાહિબ નેમિજિણંદ રે;
ભાવશું નિત્ય વંદતા રે, લહીયે પરમાનંદ રે.||૧||
બ્રહ્મચારી ચુડામણિ રે, સાચો એ વડવીર રે;
મદન મતંગજ કેસરી રે, મેરુ મહીધર ધીર રે.||૨||
રૂપ અનંત જીંતનું રે, સોહે સહજ સાતુર રે;
હરખે નયણે રે, પ્રસરે પ્રેમ પંડૂર રે.||૩||
ગુણ અનંતા પ્રભુ તણાં રે, કહેતા ન આવે પાર રે;
નિરુપમ ગુણગણ મણિ તણો રે, માનું એ ભંડાર રે.||૪||
વદન અનોપમ જિન તણું રે, એ મુજ નયન ચકોર રે;
એ નિરખી હરખી ચિત્તમાં રે, ઉમટ્યો આનંદ જોર રે.||૫||
રુઅનંત જિનતણું રે, સોહે સહજ સત્તૂર રે;
અતુલિત બલ અરિહંતજી રે,
ભય ભંજન ભગવંત રે; કામિત પૂરણ સુરતરુરે,
કેવલ કમલાકંત રે.||૬||