ભક્તવત્સલ પ્રભુ સાંભળો રે, ઓલંભે અરદાસ, હો જિનરાજ;
છાંડતા કેમ છૂટશો,
અરે કાંઈ કરશો નહીં નિરાશ, હો જિનરાજ. ।।૧ ।।
તુમ સરીખા સાહેબ તણી રે, જો સેવા નિષ્ફળ જાય, હો જિન૦;
લાજ કહો પ્રભુ કેહની રે, હવે સેવકનું શું થાય, હો મહા૦ ||૩||
ગુણ દેખાડીને હેળવ્યો રે, તે કેમ છેડો છોડે, હો જિન૦;
જિહાંજલધર તિહાંબપૈયારે, પિયુપિયુકરીમુખમાંડે, હોમહા૦ ।।૩।।
લાખ ચોરાસી હું ભમ્યો રે, ભમિયો કાલ અનાદિ અનંત, હો જિન૦;
મૂર્તિ દીઠી પ્રભુતાહરી રે, ભાંગી છે ભવોભવ ભ્રાંત, હો મહા૦ ।।૪ ।।
અવગુણ ગણતાં માહરા રે, નહિ આવે પ્રભુ પાર, હો જિન૦;
પણ જીવ પ્રવહણની પેરે રે, તુમે છો તારણહાર, હો મહા૦ ||૫||
જો રે પોતાનો દાખવો રે, તો હવે કરો ન વિચાર, હો જિન૦;
સો વાતે એક વાતડી રે, ભવોભવ પ્રીત નિવાર, હો મહા૦ ॥६॥
તુમ સરીખા કોઈ દાખવો રે, કિજીએ તેહની સેવ, હો જિન૦;
“આનંદઘન’ પ્રભુઋષભજી રે, મરુદેવી નંદન દેવ, હો મહા૦ ।।૭ ।।