ભાલડાપુર રખાવામણા ર લાલ,
તીરથ અતિ મનોહાર રે સોભાગીલાલ;
યાત્રાળુ આવે ઘણા રે લાલ
, ઉતરવા ભવપાર રે સોભાગીલાલ;
ભીલડીપુર રળિયામણું રે લાલ.||૧||
વામાદેવી નંદનો રે લાલ,
અશ્વસેન કુલ ભાણ રે સોભાગીલાલ;
સ્વર્ગ–મૃત્યુ પાતાલમાં રે લાલ,
જયવંત જસ આણરે સોભાગીલાલ.||૨||
શંખેશ્વર પંચાસરો રે લાલ,
ફલવર્ધિ પ્રભુ પાસ રે સોભાગીલાલ;
વરકાણો જીરાઉલો રે લાલ,
નાકોડા જગનાથ રે સોભાગીલાલ.||૩||
અજાહરા અમીઝરા રે લાલ,
શેરીસા ભગવાનરે સોભાગીલાલ;
સહસ્ત્રફણાને શ્યામળા રે લાલ,
શ્યામ રતન સમવાન રે સોભાગીલાલ.||૪||
જગવલ્લભ ચિંતામણિ રે લાલ,
અંતરીક્ષ પ્રભુ નામ રે સોભાગીલાલ;
ત્રિકરણયોગે સેવતા રે લાલ,
પૂરે ઈચ્છિત કામ રે સોભાગીલાલ.||૫||
કોકા ને ભાભા પ્રભુ રે લાલ,
સુરજમંડણ દેવરે સોભાગીલાલ;
ગોડીયા જિનવર તણી રે લાલ,
દેવ કરે નિત્ય સેવ રે સોભાગીલાલ.||૬||
પ્રહ્લાદન સ્તંભના પ્રભુ રે લાલ,
નવખંડ જિનરાય રે સોભાગીલાલ;
ભીલડીયા જિન નામથી રે લાલ,
જય જયકાર ગવાય રે સોભાગીલાલ.||૭||