Categories : Bhavajal par utar stavan gujarati lyrics ભવજલ પાર ઉતાર (૨), શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર; મારો તું એક આધાર… મારો તું એક આધાર…||૧|| કાલ અનંતો ભવમાં ભમતાં, ક્યાંય ન આવ્યો આરો; ધન્ય ઘડી તે મારી આજે, દીઠો તુમ દેદાર, (૩)||૨|| તું વીતરાગી, તું અવિનાશી, તું નિર્બંધી દેવ; હું રાગી છું પાપી જીવડો, ભમતો ભવ અપાર, (૩)||૩|| આ દુનિયામાં તારા જેવો, કોઈ ન તારણહાર; વામાનંદન ચંદનની પરે, શીતલ જેની છાય, (૩)||૪|| ભવોભવ તુમ ચરણ સેવા, માંગુ છું દીનદયાલા; “રંગવિજય” કહે પ્રેમશું રે, વિનંતી એ અવધાર, (૩) શ્રી શં૦।।૫।। Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)