Bhetiye bhetiye bhetiye re stavan gujarati lyrics

Bhetiye bhetiye bhetiye re stavan gujarati lyrics

ભેટીએ ભેટીએ ભેટીએ રે, મનમોહન જિનવર ભેટીએ રે,

મેટીએ મેટીએ મેટીએ રે, ભેટતા ભવદુઃખ મેટીએ રે.મન૦ ।। ૧ ।।

 

શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર,

પૂજી પાતિક મેટીએ રે.મન૦ || ૨ ||

 

જાદવની જરા જાસ ન્હવણથી,

નાઠી એક ચપેટીએ રે.મન૦ ||૩||

 

આશ ધરીને હું પણ આવ્યો,

નિજ કર પીઠ થપેટીએ રે.મન૦ ।। ૪ ।।

 

ત્રણ રતન આપો જ્યું રાખું,

નિજ આતમની પેટીએ રે.મન૦ ||૫ ।।

 

સાહિબ સુરતરુ સરીખો પામી,

ઔર કુણ આગે લેટીએરે. મન૦।।૬।।

“પદ્મવિજય’ કહે તુમરે ચરણસે,

ક્ષણ એક ન રહું છેટીએરે. મન૦ ।।૭।।

Related Articles