ભીલડીપુર રળીયામણું રે, રુડો ડીસાવળ દેશ;
શ્રાવકવૃંદ સુખીયા ઘણા રે, નહિ દુઃખનો લવલેશ.
સૌભાગી જીવ વંદો શ્રી જિનરાય વાંદતા નવનિધિ થાય;
સૌભાગી જીવવંદો શ્રી જિનરાય
પૂજતા પાપ પલાય. સૌભાગી૦।।૧ ।।
પંચમ કાલે જાગતા રે, ભીલડીયા પ્રભુ પાસ;
દર્શન કરે જે ભાવથી રે,વિઘ્ન કરે તસ નાશ. સૌભાગી. ।। ૨||
ભીલડી મંડન પાસનું રે, મંદિર અતિ મનોહાર;
જગતી સાવ નજીકમાં રે, વરતાણો જયજયકાર. સૌભાગી૦।।૩।।
પશ્ચિમ દિશામાંહી ભલું રે, રોડ નજીકનું સ્થાન;
ભૂમિથી પ્રકટ થયા રે, ચિંતામણી ભગવાન. સૌભાગી. ।।૪।।
હજારને તેરમાં રે (૨૦૧૩), અષાઢ રુડો માસ;
ત્રીજ અંધારી શોભતી રે, વાર ભલો શુદ્ધ ભાસ. સૌભાગી૦।।૫।।
પ્રતિમા ખુબ રળીયામણી રે, ચિંતા ચૂર કપાય,
દર્શન કરવા ઉપજે રે, ચિત્તમાં ખુબ ઉલ્લાસ. સૌભાગી. ।।૬।।
મૂર્તિ મન આકર્ષણી રે, દીઠે દુરિત પલાય;
પૂજન ચિંતન ધ્યાનથી રે, મનવાંછિત ફલ થાય. સૌભાગી૦।।૭।।