Chandapraph chi ma VARSYA stavan gujarati lyrics

Chandapraph chi ma VARSYA stavan gujarati lyrics

ચંદ્રપ્રભ ચિત્તમાં વસ્યા, જીવન પ્રાણ આધાર રે;

તુમ વિણ કો દીસે નહીં, ભવિજનને હિતકાર રે.

નિશદિન સૂતાં જાગતાં, ચિત્ત ધરું તાહરું ધ્યાન રે;

॥१॥

રાતદિવસ તલસે બહુ, રસના તુમ ગુણગાન રે.

॥२॥

માહરે તુમ સમ કો નહિ, મુજ સરીખા તુજ લાખ રે;

તોહિ નિજ સેવક ગણી, કાંઈક કરુણા દાખ રે.

॥3॥

અંતરજામી તું ખરો, ન ગમે બીજું નામ રે;

સેવક અવસરે આવીયો, રાખો એહની લાજ રે.

કરુણાવંત કૃપા કરીને, આપો નિજપદ વાસ રે;

“ઉદયરત્ન” એમ ઉચ્ચરે, દીજે તત્ત્વ સુવાસ રે.

Related Articles

× CLICK HERE TO REGISTER