Chandraprabhni chakri nitya kariye re stavan gujarati lyrics

Chandraprabhni chakri nitya kariye re stavan gujarati lyrics

ચંદ્રપ્રભની ચાકરી નિત્ય કરીએ રે, નિત્ય કરીએ રે નિત્ય કરીએ;

કરીએ તો ભવજલ તરીએ, હાંરે ચઢતે પરિણામ. ચં૦ ।।૧ ।।

 

લક્ષ્મણા માતા જનમિયા જિનરાય, જિન ઊડુપતિ લંછન પાય;

એ તો ચંદ્રપુરીના રાયા, હાં રે નિત્ય લીજે નામ. ચં૦ગા૨.||૨||

 

મહસેન પિતા જેહના પ્રભુ બળીયા, મને જિનજી એકાંતે મળીયા;

મારા મનના મનોરથ ફળીયા, હાંરે દીઠે દુઃખ જાય. यं०॥३॥

 

દોઢસો ધનુષની દેહડી જિન દીપે, તેજે કરી દિનકર ઝીપે;

સુર ઊભા સમીપે, હાં રે નિત્ય કરતાં સેવ. २०॥४॥

 

દશ લાખ પૂર્વનું આઉખું જિન પાળી, નિજ આતમને અજવાળી;

દુષ્ટ કર્મના મર્મને ટાળી, હાં રે લહ્યું કેવલજ્ઞાન. ચં૦ ||૫||

 

સમ્મેતશિખર ગિરિ આવીયા પ્રભુ રંગે, મુનિ કોટિ સહસ પ્રસંગે;

પાળી અણસણ ઊલટ અંગે, હાં રે પામ્યા પરમાનંદ. ચં૦।|૬।।

 

શ્રી જિન ઉત્તમ રુપને જે ધ્યાવે, તે કીર્તિ કમલા પાવે;

“મોહનવિજય’ ગુણ ગાવે, હાંરે આપો અવિચલ રાજ. ચં૦।।૭।।

Related Articles