Chello bodh aapi stavan gujarati lyrics

Chello bodh aapi stavan gujarati lyrics

છેલ્લો બોધ આપી, સહુ કર્મ કાપી,

વીર મારા, ગયા મોક્ષતણી મોઝાર;

અઢાર દેશના રાજાઓ આવે પૌષધ લઈને ભાવના ભાવે;

સુણીને શાસ્ત્રનું જ્ઞાન, મૂકીને અભિમાન. वी२०॥१॥

 

વિલાપ કરે છે ગૌતમસ્વામી, ક્યાં ગયા મારા અંતરયામી;

મુજને મૂકી ગયા, મને મેલી ગયા. वी२०॥२॥

 

ચોસઠ ઈન્દ્રો આવી નમે છે, મહામહોત્સવને ઊજવે છે;

ગુણ વીરના ગવાય, ગુણ મહાવીરના ગવાય. वी२०॥३॥

 

આસો માસની પર્વ દિવાળી, રુડી રાત દિસે રઢિયાળી;

વીર પામ્યા નિર્વાણ, નામે શ્રી વર્ધમાન. वी२०॥४॥

 

વીર નામની સાચી દિવાળી, જાપ જપે શીયળ વ્રતધારી;

“વિનયવિજય’ ગુણ ગાય, ભવોભવનાં દુઃખ જાય. વીર૦ ||૫ ।।

Related Articles