ચિત્ત સમરી શારદા માય રે, વળી પ્રણમું નિજ ગુરુ પાય રે,
ગાઉં ત્રેવીસમાં જિનરાય, વ્હાલાજીનું જન્મકલ્યાણક ગાઉં રે,
સોનારુપાને ફૂલડે વધાવુંરે, થાળ ભરી ભરી મોતીડે વધાવું.||૧||
કાશી દેશ વારાણસી રાજેરે, અશ્વસેન છત્રપતિ છાજે રે,
રાણી વામા ગૃહિણી સુરાજે.||૨||
ચૈત્ર વદિ ચોથે તે ચવિયા રે, માતા વામા કૂખે અવતરિયા રે,
અજુવાળ્યા એહનાં પરિયાં.||૩||
પોષ વદિ દસમી જગભાણ રે, હોવે પ્રભુજીનું જન્મકલ્યાણ રે,
વીશસ્થાનક સુકૃત પ્રમાણ.||૪||
નારકી નરકે સુખ પાવે રે, અંતર્મુહૂર્ત દુઃખ જાવે રે,
એ તો જન્મકલ્યાણક કહાવે.||૫||