દાદા આદીશ્વરજી… દૂરથી આવ્યો દાદા દરિશન દ્યો..!
કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચઢે પલાણે;
કોઈ આવે પગ પાળે, દાદાને દરબાર; હા હા દાદાને દરબાર. ।।૧ ।|
શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચડે પલાણે;
હું આવું પગ પાળે, દાદાને દરબાર; હા હા દાદાને દરબાર. ।। ૨ ।।
કોઈ મૂકે સોના રુપા, કોઈ મૂકે મહોર;
કોઈ મૂકે ચપટી ચોખા, દાદાને દરબાર; હા હાદાદાને દરબાર. ||૩।।
શેઠ મૂકે સોના રૂપા, રાજા મૂકે મહોર;
હું મુકું ચપટી ચોખા, દાદાને દરબાર; હા હા દાદાને દરબાર. ।।૪।।
કોઈ માંગે કંચન કાયા, કોઈ માંગે આંખ;
કોઈમાંગેચરણોની સેવા, દાદાનેદરબાર;હાહાદાદાનેદરબાર. ॥૫॥
પાંગળો માંગે કંચન કાયા, આંધળો માંગે આંખ;
હું માંગું ચરણોની સેવા, દાદાને દરબાર; હાહા દાદાને દરબાર. ।।૬।।