દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરેિશન દીયોઃ
કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે પાલખી કોઈ આવે પગપાળે,
દાદાને દરબાર; હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી….
શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે પાલખી, હું આવું પગપાળે,
દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી…
કોઈ મૂકે સોના – રૂપા કોઈ મૂકે મહોર, કોઈ મૂકે ચપટી ચોખા,
દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી…
મૂકે સોના – રૂપા, રાજા મૂકે મહોર, હું મૂકું ચપટી ચોખા,
દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી…
કોઈ કંચનકાયા, કોઈ માંગે આંખ, કોઈ માંગે ચરણની સેવા,
દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી…
કોઢિયો માંગે કંચનકાયા, આંધળો માંગે આંખ,
હું માંગું ચરણની સેવા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર,
દાદા આદીશ્વરજી…
હીર વિજય ગુરૂ હીરલો ને વીર-વિજય ગુણ ગાય,
શત્રુંજયના દર્શન કરતાં આનંદ અપાર,
હાં હાં આનંદ અપાર, દાદા આદીશ્વરજી…