દેખણ દેરે સખી! મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ; સખી૦
ઉપશમ રસનો કંદ સખી૦, ગત કલિમલ દુઃખદંદ. સખી૦ ॥१॥
સૂક્ષ્મ નિોદે નદેખીયો સખી૦, બાદર અતિહી વિશેષ; સખી૦
પુઢવી આઉ ન લેખીયો સખી૦, તેઉ-વાઉ ન લેશ. સખી૦ ॥२॥
વનસ્પતિ અતિ ઘણ દીહા સખી૦, દીઠો નહિ દીદાર; સખી૦
બિતિ ચઉરિંદિ જળલિહા સખી૦,
ગતસન્ની પણ ધાર. સખી૦ ।। ૩ ||
સુરતિરિ નિરય નિવાસમાં સખી૦, મનુજ અનારજ સાથ; સખી૦
અપજ્જત્તા પ્રતિભાસમાં સખી૦,
ચતુર ન ચઢિઓ હાથ. સખી૦ ||૪ ।।
ઈમ અનેક થલ જાણીએ સખી૦, દરિસણ વિણ જિનદેવ; સખી૦
આગમથી મતિ આણીયે સખી૦,કીજે નિર્મલ સેવ. સખી૦||૫||
નિર્મલ સાધુ ભગતિ લહી સખી૦, યોગ અવંચક હોય; સખી૦,
કિરિયા તિમ સહી સખી૦, ફળ અવંચક જોય. સખી૦ ।।૬।।