ધન દિન વેળા, ધન ઘડી તેહ, અચિરારો નંદન, જિન જદિ ભેટશું જી;
લહીશુંરેસુખ, દેખીમુખચંદ, વિરહવ્યથાનાં,દુઃખસવિમેટશુંજી. ।।૧ ।।
જાણ્યો રે જેણે, તુજ ગુણ લેશ, બીજા રે રસ,તેહને મન નવિ ગમેજી;
ચાખ્યોરે જેણે, અમી લવલેશ, બાકસબુકસ, તસનરુચે કિમેજી. ॥૨॥
તુજ સમકિત, રસ સ્વાદનો જાણ, પાપ કુભક્તે, બહુ દિન સેવિયુંજી;
સેવેજો, કર્મને યોગે તોહિ,
વાંછે તે સમકિત, અમૃત ધુરે લિખ્યુંજી. |।૩।।
તાહરું ધ્યાન, તે સમકિત રુપ, તેહી જ જ્ઞાન, ને ચારિત્ર તેહ છે જી;
તેહથીરેજાયે, સઘળાંહો પાપ, ધ્યાતારે ધ્યેય, સ્વરુપહોયેપછેજી. ॥૪॥