ધન્ય ધન્ય ક્ષેત્ર મહાવિદેહજી, ધન્ય પુંડરીગિણી ગામ,
ધન્ય તિહાંના માનવીજી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ;
સીમંધરસ્વામી! કહીએ રે હું મહાવિદેહ આવીશ?||૧||
જયવંતા જિનવર! કહીએ રે હું તમને વાંદીશ.?
ચાંદલીયા! સંદેશડોજી, કહેજો સીમંધરસ્વામી;
ભરતક્ષેત્રનાં માનવીજી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ.||૨||
સમવસરણ દેવે રચ્યું તિહાં, ચોસઠ ઇંદ્ર નરેશ;
સોનાતણે સિંહાસન બેઠા, ચામર છત્ર ધરેશ.||૩||
ઈંદ્રાણી કાઢે ગહુંલીજી, મોતીના ચોક પૂરેશ;
લળી લળી લિયે લૂંછણાજી, જિનવર દિયે ઉપદેશ.||૪||
એહવે સમે મેં સાંભળ્યુંજી, હવે કરવા પચ્ચક્ખાણ;
ઠવણી તિહાં કણેજી, અમૃત વાણી વખાણ.||૫||
રાયને વહાલા ઘોડલાજી, વેપારીને વહાલાં છે દામ;
અમને વહાલા સીમંધર સ્વામી, જેમ સીતાને શ્રીરામ. સીમંધર૦||૬||
નહિ માંગુ પ્રભુ રાજઋદ્ધિજી, નહી માંગુ અરથ ભંડાર;
હું માંગુ પ્રભુ એટલું જી, તુમ પાસે અવતાર.||૭||
દૈવે ન દીધી પાંખડીજી, કેમ કરી આવું હજુર?
મુજરો મારો માનજોજી, પ્રહ ઉગમતે સૂર.||૮||
“સમયસુંદર’ની વિનતિજી, માનજો વારંવાર;
બે કર જોડી વિનવુંજી, વિનતડી અવધાર.||૮||