Dhar talwarni sohali doheli stavan gujarati lyrics

Dhar talwarni sohali doheli stavan gujarati lyrics

ધાર તલવારની સોહિલી દોહિલી,

ચૌદમા જિન તણી ચરણસેવા;

ધાર પર નાચતાં દેખ બાજીગરા,

સેવના ધાર પર રહે ન દેવા.||૧||

 

એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી,

ફલ અનેકાંત લોચન ન દેખે;

ફલ અનેકાંત કિરિયા કરી બાપડા,

રડવડે ચાર ગતિમાંહે લેખે.||૨||

 

ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં,

તત્ત્વની વાત કરતાં ન લાજે!

ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકા,

મોહ નડિયા કલિકાલ રાજે.||૩||

 

વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો,

સાપેક્ષ વ્યવહાર સાચો;

વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ,

સાંભળી આદરી કાંઈ રાચો?||૪||

 

દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે?

કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો

! શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરી,

છાર પર લીંપણું તેહ જાણો.||૫||

 

પાપ નહિ કોઈ ઉત્સૂત્ર ભાષણ જિસ્યો,

ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો;

સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે,

તેહનું શુદ્ધ ચારિત્ર પરીખો.||૬||

 

એહ ઉપદેશનો સાર સંક્ષેપથી,

જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે,

તે નરા દિવ્ય બહુકાલ સુખ અનુભવી,

નિયત “આનંદઘન’ રાજ પાવે.||૭||

Related Articles