Dharam param arnathno stavan gujarati lyrics

Dharam param arnathno stavan gujarati lyrics

ધરમ પરમ અરનાથનો, કિમ જાણું ભગવંત રે;

પરણી છાંયડી જિહાં પડે, તે પર સમય નિવાસ રે.ધરમ૦ ||૧ ।।

 

તારા નક્ષત્ર ગ્રહ ચંદ્રની, જ્યોતિ દિનેશ મોઝાર રે;

સ્વ-પર સમય સમજાવીયેં, મહિમાવંત મહંત રે.ઘરમ૦||૨||

 

શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસ રે;

દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધાર રે.||૩||

 

ભારી પીળો ચીકણો, કનક અનેક તરંગ રે;

પર્યાય દૃષ્ટિ ન દીજીયે, એક જ કનક અભંગ રે.||૪||

 

દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સરુપ અનેક રે;

નિર્વિકલ્પ રસ પીજીયે, શુદ્ધ નિરંજન એક રે.||૫||

 

પરમારથ પંથ જે કહે, તે રંજે એક તંત રે;

વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે.||૬||

 

વ્યવહારે લખવો દોહીલો, કાંઈ ન આવે હાથ રે;

શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથ રે.||૭||

 

એક પખી લખ પ્રીતની, તુમ સાથે જગનાથ રે;

કૃપા કરીને રાખજો, ચરણ તલે ગ્રહી હાથ રે.||૮||

 

ચક્રી ધરમ તીરથ તણો, તીરથફળ તતસાર રે;

તીરથ સેવે તે લહેં, “આનંદઘન” નિરધાર રે.||૯||

Related Articles