Dharma jineshwar sun parmesar stavan gujarati lyrics

Dharma jineshwar sun parmesar stavan gujarati lyrics

ધર્મ જિનેસર સુણ પરમેસર, તુજ ગુણ કેમ કહાયજી;

તુજ વચને તુજ રૂપ જણાયે, અવર ન કોઈ ઉપાયજી.॥੧॥

 

તાહરે મિત્ર અને શત્રુ સમ, અરિહંત તું હી ગવાયજી;

રુપ સ્વરુપ અનુપમ તું જિન, તો હી અરુપી કહાયજી. ॥२॥

 

લોભ નહિ તુજમાંહિ તો પણ, સઘળા ગુણ તેં લીધજી;

તું નિરાગી પણ તેં રાગી, ભક્ત તણા મન કીધજી. ॥३॥

 

નહિ માયા તુજમાં જિનરાયા, પણ તુજ વશ જગ થાયજી;

હી સકલ તુજ અકલ કલે કુણ? જ્ઞાન વિના જિનરાયજી. ।। ૪ ।।

 

સુગુણ સનેહી મહેર કરો મુજ, સુપ્રસન્ન હોઈ જિણંદજી;

પભણે “કેસર’ ધર્મ તુજ નામે આણંદજી. ॥५॥

Related Articles