ધ્રુવપદ રામી! હો સ્વામી! માહરા, નિસકામી! ગુણરાય સુજ્ઞાની,
નિજગુણ કામી! હો પામી તું ધણી, ધ્રુવ આરામી! હો થાય સુજ્ઞાની||૧||
. સર્વવ્યાપી કહે સર્વ જાણગપણે, પર પરિણમન સ્વરુપ સુજ્ઞાની
; પર રુપે કરી તત્ત્વપણું નહીં, સ્વ-સત્તા ચિદ્રુપ સુજ્ઞાની.||૨||
જ્ઞેય અનેકે હો જ્ઞાન અનેકતા, જલ ભાજન રવિ જેમ સુજ્ઞાની;
દ્રવ્ય એકત્વપણે ગુણએકતા, નિજપદ રમતા હો ખેમ સુજ્ઞાની.||૩||
પરક્ષેત્રે ગત જ્ઞેયને જાણવે, પર ક્ષેત્રે જ્ઞાન સુજ્ઞાની;
અસ્તિપણું નિજ ક્ષેત્રે તુમે કહ્યું, નિર્મળતા ગુણ માન સુજ્ઞાની.||૪||
જ્ઞેય વિનાશે હો જ્ઞાન વિનશ્વરું, કાલ પ્રમાણે રે થાય સુજ્ઞાની;
સ્વકાલે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય સુજ્ઞાની.||૫||
પરભાવે કરી પરતા પામતાં, સ્વસત્તા થિર ઠાણ સુજ્ઞાની;
આત્મ પરમાં નહિ, કિમ સહુનો રે જાણ સુજ્ઞાની.||૬||
અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખંત સુજ્ઞાની
સાધારણ ગુણની સાધર્મ્સતા, દર્પણ જલને દૃષ્ટાંત સુજ્ઞાની.||૭||