દિલરંજન જિનરાજજી રે, સુમતિનાથ જગ સ્વામી સલુણા;
જગતારક જગહિતકરું રે, ભવિજન મન વિશ્રામી સલુણા.||૧||
મુજ ચિત્ત લાગ્યું તુમ થકી રે, કિમ રહો ન્યારા દેવ સલુણા;
સમરથ જાણી સાહિબા રે, કીજે પદકજ સેવ સલુણા.||૨||
દાયક નામ ધરાવીને રે, વળી ધરો કૃપણતા દોષ સલુણા;
ન વધે જગ જસ ઈમ કર્યા રે, તિણે પ્રભુ દીજે સંતોષ સલુણા. ॥૩॥
કરુણાસાગર દીજીએ રે, રત્નત્રયી અભિરામ સલુણા;
લલચાવીને આપતાં રે, જલદ હુઓ જુઓ શ્યામ સલુણા.||૪||
તુમે કેઈ જીવને રે, અપરાધી સુખી કીધ સલુણા;
તાર્યા શિવસુખ આપ્યું ભક્તને રે, તેણે મને શું દીધ સલુણા.||૫||
એક થકી દૂર રહોરે, એકને દિયો સુખ કાજ સલુણા;
ઈમ કરતાં તારકપણું રે, ન રહે ગરીબ નિવાજ સલુણા.||૬||