Dilranjan jinrajji re stavan gujarati lyrics

Dilranjan jinrajji re stavan gujarati lyrics

દિલરંજન જિનરાજજી રે, સુમતિનાથ જગ સ્વામી સલુણા;

જગતારક જગહિતકરું રે, ભવિજન મન વિશ્રામી સલુણા.

મુજ ચિત્ત લાગ્યું તુમ થકી રે, કિમ રહો ન્યારા દેવ સલુણા;

॥१॥

સમરથ જાણી સાહિબા રે, કીજે પદકજ સેવ સલુણા.

દાયક નામ ધરાવીને રે, વળી ધરો કૃપણતા દોષ સલુણા;

॥२॥

ન વધે જગ જસ ઈમ કર્યા રે, તિણે પ્રભુ દીજે સંતોષ સલુણા. ॥૩॥

કરુણાસાગર દીજીએ રે, રત્નત્રયી અભિરામ સલુણા;

લલચાવીને આપતાં રે, જલદ હુઓ જુઓ શ્યામ સલુણા.

તુમે કેઈ જીવને રે, અપરાધી સુખી કીધ સલુણા;

॥४॥

તાર્યા શિવસુખ આપ્યું ભક્તને રે, તેણે મને શું દીધ સલુણા.

એક થકી દૂર રહોરે, એકને દિયો સુખ કાજ સલુણા;

ઈમ કરતાં તારકપણું રે, ન રહે ગરીબ નિવાજ સલુણા.

સો વાતે એક વાતડી રે, સુણજો ત્રિભુવનનાથ સલુણા;

અમૃત પદ દેઈ ‘રંગ’ ને, તારજો ઝાલી હાથ સલુણા.

Related Articles

× CLICK HERE TO REGISTER