દીન દુઃખિયાનો તું છે બેલી,
તુ છે તારણહાર તારા
મહિમાનો નહીં પાર (૨ વાર)
રાજપાટને વૈભવ છોડી,
છોડી દીધો સંસાર તારા
મહિમાનો નહીં પાર (૨ વાર)દીન દુ:ખિયાનો…
ચંડકોશીયો ડસિયો જ્યારે,
દુધની ધારા પગથી નીકળે;
વિષને બદલે દૂધ જોઈને, ચંડકોશીયો,
આવ્યો શરણે, ચંડકોશીયાને તે તારી,
કીધો ઘણો ઉપકાર તારા
મહિમાનો નહીં પાર (૨ વાર) દીન દુઃખિયાનો…
કાનમાં ખીલા ઠોક્યાં જ્યારે,
થઈ વેદના પ્રભુને ભારે તોયે પ્રભુજી,
શાંતિ વિચારે, ગોવાળનો નહિ વાંક લગારે,
ક્ષમા આપીને, તે જીવોને,
તારી દીધો સંસાર તારા
મહિમાનો નહીં પાર (૨ વાર) દીન દુઃખિયાનો…
મહાવીર મહાવીર ગૌતમ પુકારે,
આંખોથી આંસુની ધાર વહાવે;
ક્યાં ગયા એકલા છોડી મુજને,
હવે નથી કોઈ જગમાં મારે,
પશ્ચાત્તાપ કરતા કરતા,
ઉપન્યું કેવળજ્ઞાન તારા
મહિમાનો નહીં પાર (૨ વાર) દીન દુ:ખિયાનો…
‘જ્ઞાન વિમલ’ ગુરુ વયણે આજે,
ગુણ તમારા ગાવે હરખે;
થઈ સુકાની તું પ્રભુ આવે,
ભવજલ નૈયા પાર ઉતારે,
અરજ અમારી દિલમાં ધારી
વંદન વાર હજાર તારા
મહિમાનો નહીં પાર (૨ વાર) દીન દુઃખિયાનો…