દીન દુખિયાનો તું છે બેલી, તું છે તારણહાર,
તારા મહિમાનો નહીં પાર;
રાજપાટને વૈભવ છોડી, છોડી દીધો સંસાર.તારા૦ ||૧ ।।
ચંડકૌશિયો ડશિયો જ્યારે, દૂધની ધારા પગથી નીકળે;
વિષને બદલે દૂધ જોઈને, ચંડકૌશિયો આવ્યો શરણે;
ચંડકૌશિયાને તેં તારી, કીધો ઘણો ઉપકાર.||૨||
કાનમાં ખીલા ઠોક્યા જ્યારે, થઈ વેદના પ્રભુને ભારે;
તોએ પ્રભુજી શાંત વિચારે, ગોવાળનો નહીં વાંક લગારે;
ક્ષમા તે જીવોનો, તારી દીધો સંસાર. તારા૦ ||૩||
મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુની ધારા વહાવે;
ક્યાં ગયા એકલા છોડી મુજને, હવે નથી કોઈ જગમાં મારે;
પશ્ચાત્તાપ કરતાં કરતાં, ઊપન્યું કેવલજ્ઞાન. ता२८०॥४॥